ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ય છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સુચના આપેલ………
જે અન્વયે આજરોજ જે.ડી.રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેકટર તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે મળેલ કે, ઝોઝ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં-૧૧૧૮૪૦૧૨૨૪૦૯૫૯-૨૦૨૪ પ્રોહિ કલમ ૬૫-એ-ઇ. ૯૮(૨),૮૧,૮૩.૧૧૬-બી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતો આરોપી પરશુભાઇ નિશારભાઇ રાઠવા રહે-ઉખલવાંટ,જુના પટેલ ફળીયા તા.જી-છોટાઉદેપુર નાઓ હાલ વસુંધરા કારખાના પાસે હાઇવે રોડ પર ઉભેલ છે જે હકીકત મળેલ જે આધારે તે જગ્યા પર જઇ વર્ણન મુજબના ઇસમને કોર્ડન કરી સદર ઇસમને તેનુ નામઠામ પુછતા ઉપર મુજબ જાણાવેલ જેથી ઇસમને પકડી પાડી BNSS કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

