પોકેટકોપ મોબાઇલથી બોડેલી પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૧૨૫૦૮૪૨/૨૦૨૫ તથા વડોદરા ગ્રામ્યના ડભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે રાજ્ય બહારના એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનો શોધી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ…….
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને સૂચના કરેલ………
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ સુચના આપેલ જે અન્વયે………
વિ.એન.તડવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ડોન બોસ્કો સ્કૂલ પાસે વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન એક ઇસમ મોટર સાયકલ લઈને રંગપુર થી છોટાઉદેપુર તરફ આવતા હોય તેના ઉપર શક પડતા તેને રોકવા હાથ વડે ઇસારો કરી તેણે ત્યાં જ રોકી લીધેલ અને સદર ઈસમને ઉભો રાખી તેની પાસેની મોટર સાયકલના કાગળો માંગતા તે તેની પાસે કાગાળો નહી હોવાનુ જણાવતા સદર મોટર સાયકલને આગળ પાછળ રજીસ્ટર નંબર,GJ-06-EF-6257 ના છે. સદર મોટર સાયકલ ચાલકનું નામઠામ પુછતા તેણે પોતાનું નામ મુકાતી ઉર્ફે મુકેશભાઇ મદનભાઇ જાતે બઘેલ ઉ.વ.૨૮ રહે. રામપુરા, ઇન્દી ફળીયા તા.જોબટ જી.અલીરાજપુર (એમ.પી) નાનો હોવાનું જણાવેલ…… જેથી સદર મોટર સાયકલ બાબતે પુછતા તેઓ ગલ્લા તલ્લા કરતો હોય જેથી સદર મોટર સાયકલનો ચેસીસ નંબર MBLHA10ADB9A09970 તથા એન્જીન નંબર HA10EHB9A12622 ને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા સદર મોટર સાયકલના માલીક રમેશભાઈ ભઇલાલભાઈ રાઠોડીયા રહે.કુકદા ચા.ડભોઇ જી.વડોદરાનો હોવાનું જણાય આવેલ છે. સદર માલીકના મો.નં.૯૭૧૨૦૪૭૦૫૭ ઉપર સંપર્ક કરી તપાસ કરતા આજથી છ માસ અગાઉ મોટર સાઇકલ ચોરાયેલની અરજી આપેલ હોવાનુ જણાવતા હોય. જે હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકની કિ.રૂ.૩૫,૦૦૦/- ગણી શકાય. પકડાયેલ ઇસમ મુકાતી ઉર્ફે મુકેશભાઇ મદનભાઇ જાતે બઘેલ નાઓને વિશ્વાસમાં લઇ યુકતી-પ્રયુકતીથી પુછતા તેણે જણાવેલ કે ઉપરોક્ત હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ ગાડી કુકડ ગામેથી ઘરના આંગણા માંથી છ માસ પહેલા રાત્રીના સમયે ચોરી કરેલાનું કબુલાત કરેલ આ કામે પડાયેલ મુકાતી ઉર્ફે મુકેશભાઇ મદનભાઈ જાતે બધેલ ઉ.વ.૨૮ રહે.રામપુરા. મહિના પહેલા મુકાતી ઉર્ફે મુકેશભાઇ તથા તેમના મિત્ર કરણભાઇ ઇગ્રામભાઇ જાતે મોહનીયા રહે.કુંડલ વાસણ તા.જોબટ જી.અલીરાજપુર નાઓ તથા કરણભાઇ ના બીજા ત્રણ મિત્રો સાથે બે મોટર સાયકલ લઇને જોબટ ખાતે ભેગા થયેલ અને અને ગુજરાતમાં મોટર સાયકલ ચોરી કરવા જવાનું વિચારીને જોબટથી બે મોટર સાયકલ પર અમો પાંચ જણા બોડેલી મુકામે આવેલ અને કરણભાઇ ના મિત્રો મને તથા કરણભાઇ ઇગ્રામભાઇ જાતે મોહનિયા તથા કરણભાઇ ના મિત્રને બોડેલી મુકીને તે બન્ને મોટર સાયકલ લઇને જતા રહેલા અને અમો ત્રણે ભેગા મળી રાત્રીના આશરે બે અઢી વાગ્યાના અરસામા મે એક કાળા કલરનું બુલેટ તથા કરણભાઇ કાળા કલરની સાઇન તથા કરણભાઇ નો મિત્ર હિરો હોન્ડા સિડી ડિલક્ષ મોટર સાયકલ ચોરી કરી લઇ જતા હતાં. હું આગળ બુલેટ લઇને જતો હતો અને મારી પાછળ હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ લઇને કરણભાઇ નો મિત્ર હતો. અને કરણભાઇ જાતે સાઇન ગાડી ચલાવી લઇને જતા હતા તે દરમ્યાન છોટાઉદેપુર નાકા ખાતે હું આગળ નીકળી ગયેલ અને મારી પાછળ આવતા કરણભાઇ ના મિત્રની મોટર સાયકલને પોલીસ ચેક કરતા તેણો પીછો કરતા તે ભાગી ગયેલ તેને પીછો પોલીસને કરતા જોઇ હું પણ કાચા રસ્તા થઇ આગળ ભાગી ગયેલ અને કરણભાઇ પાછળ સાઇન ગાડી વળાવી કાચા રસ્તામાંથી મો.સા.સાથે ભાગી ગયેલ અને મને જાણવા મળેલ કે પોલીસ પીછો કરતા ચોરીની હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ કરણભાઇ નો મિત્ર જેના નામ સરનામાની ખબર નથી. તે મો.સા. મુકીને ભાગી ગયેલનું સવારે જાણવા મળેલ અને અમો એ જે મોટર સાયકલ ચોરી કરેલ જે મોટર સાયકલો કરણભાઇ ઇગ્રામભાઇ જાતે મોહનીયા રહે.કુંડલ વાસણ તા.જોબટ જી.અલીરાજપુર નાઓ તથા કરણભાઇ ના બીજા ત્રણ મિત્રોને વેચાણ માટે આપેલ અને મને કરણભાઇ મોટર સાયકલ ના રૂ.૨૦,૦૦૦/- આપેલ હતા. તેમ જણાવતા વિગતવારનું નિવેદન લેવામા આવેલ છે. જેથી પકડાયેલ ઇસમની BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઈ) મુજબ અટકાયત કરેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

