33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાની સાદગી સામે આવી છે, જિલ્લા કલેકટર સામાન્ય વ્યક્તિની જેમ લોકો પાસે જઈને લોકોની જેમ બેસતા નજરે પડ્યા.

છોટાઉદેપુર જિલ્લાના કલેકટર અનિલ ધામેલીયાની સાદગી સામે આવી છે. જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા જેવો છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં ખુદ જઈને લોકોની રજૂઆતો સાંભળતા હોય છે. ત્યારે એક આઈએસ કક્ષાના અધિકારી જેઓ લોકો પાસે જઈને લોકોની રજૂઆત સાંભળતા હોય ત્યારે કલેકટર અનિલ ધામેલીયા સામાન્ય વ્યક્તિની જેમ લોકો પાસે જઈને લોકોની જેમ નીચે બેસીને લોકોની રજૂઆત સાંભળતા હોય છે. જ્યારે આઈએસ કક્ષાના અધિકારી અનિલ ધામેલીયા છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ ગામોમાં અચાનક મુલાકાત લેતા હોય છે. જ્યાં તેઓ પ્રાથમિક શાળા, સરકારી સસ્તા અનાજની દુકાન, સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની તેઓ મુલાકાત લઈને ચકાસણી કરતા હોય છે. સાથો સાથ જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા લોકો પાસે પણ જતા હોય છે. જિલ્લા કલેકટરની એક તસવીર સામે આવતા લોકોમાં પણ એક ખુશી જોવા મળી છે. છોટાઉદેપુરના જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા એક ગામમાં પહોંચ્યા હતા. જ્યાં સામાન્ય વ્યક્તિની જેમ સંબંધિત વિભાગના અધિકારીઓને સાથે નીચે બેસીને લોકોની રજૂઆત સાંભળી હતી. જોકે એક આઈએસ કક્ષાના અધિકારી જે ગામમાં જાય ત્યાં તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને કલેક્ટરને બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ છોટાઉદેપુરના કલેકટર અનિલ ધામેલીયા ખુરશી છોડીને લોકો સાથે બેસીને લોકોની રજૂઆત સાંભળતા હોય અને તેનું સ્થળ પર જ નિરાકરણ લાવતા હોય છે. જેથી જિલ્લાના લોકોમાં પણ ખુશી જોવા મળી છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

ડભોઇ-વડોદરા રોડ પર ખોદકામનો બેદરકારી ભર્યો મામલો VIP રૂટ માટે તત્કાળ ‘આંખે પાટા’ બાંધવાનો પ્રયાસ

admin

વડોદરા શહેરના રેસકોસ ખાતે આવેલા વાસ્તવિક હોલ ખાતે વડોદરા શહેરની મહિલા અદિતિ ત્રિવેદી દ્વારાલખેલી પ્રથમ કૃતિ ‘નંદિની’નો વિમોચન સમારોહ યોજાયો

admin

વડોદરામાં વસતા કેરળીયન સમાજના લોકો દ્વારા સમતા વિસ્તારમાં આવેલ ઐયપ્પા મેદાન ખાતે મકરા વિલક્કુની ઉજવણી

admin

Leave a Comment