આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને મૌખિક સુચના આપેલ.જે અન્વયે આજ રોજ અમો તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અંગત બાતમીદાર થકી હકિકત મળેલ કે હું આજથી આશરે બે માસ પહેલા ઉનાળુ વેકેશન દરમ્યાન મોજે ભુમસવાડા પ્રાથમીક શાળામાંથી પાણીની મોટર, પંખા,ટયુબ લાઇટ વિગેરેની ચોરી થયેલ જે મુદામાલ ભુમસવાડા ગામે રહેતા કમલેશભાઇ મનસિંગભાઇ રાઠવાનાઓ કંતાનના કોથળામાં ભરીને મોજે કરજવાંટ ચોકડી ઉભેલ છે જેથી સદરી ઇસમ પાસેથી મળી આવેલ કંતાનનો કોથળો પંચો રૂબરૂ ખોલી જોતા તેમાં ઉપરોક્ત બાતમી હકિકતમાં જણાવ્યા મુજબની પાણીની સબ મર્સીબલ મોટર,પંખા, વિગેરે સરસામાન હોય જેથી પકડાયેલ ઇસમ પાસે મળી આવેલ પાણીની મોટર, પંખા બાબતે કોઇ આધાર પુરાવા કે બીલો માંગતા તેઓ પોતાની પાસે નહી હોવાનું જણાવી કોઇ સંતોષકારક જવાબ નહી આપતા કોઇ જગ્યાએથી ચોરી કરેલાનું જણાઇ આવેલ હોય આવેલ જેથી સદર પકડાયેલ ઇસમને વિશ્વાસમાં લઇ યુકિત-પ્રયુકિતથી છે પુછપરછ કરતા ઉપરોકત સર-સામાન આજથી બે માસ પહેલા સ્કુલમાં વેકેશન દરમ્યાન ભુમસવાડા ગામની બંધ પ્રાથમીક શાળાના છેલ્લા ઓરડાની બારી તોડી અંદર પ્રવેશ કરી અંદર પડેલ પાણીની મોટર, પંખા,ટ્યુબલાઇટ, બલ્બ.સી.સી.ટી.વી કેમેરા વિગેરે સામાનની રાત્રીના સમયે ચોરી કરેલાની કબુલાત કરતો હોય જેથી મળેલ મુદ્દામાલ BNSS ૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ કબ્જે કરવામાં આવેલ તેમજ સદર ઇસમ ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

