33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અંગે અભિયાન હાથ ધરવામાં આવ્યું

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને લોકોમાં  ટ્રાફિક વિશે જાગૃતિ આવે વાહન ચલાવતી વખતે સામાન્ય નિષ્કાળજીને લઈ થતા અકસ્માતોને ટાળી શકાય રોકી શકાય લોકોના જીવ બચે અને આખો પરિવાર બચે તે માટે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાજ સતત એક મહિના સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી બાદ “પરવાહ” એટલેકે કેર ..કાળજી.. થીમ પર સતત 45 દિવસ નો  વધુ એક રાજ્ય વ્યાપી અભિયાન શરૂ કરવામા આવ્યો છે,અને આ અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નગરના સતત વાહન વ્યવહારથી ભરચક રહેતા વિસ્તાર એવા પાવર હાઉસ ચાર રસ્તા પાસે શેરી નાટક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા  લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય વ્યાપી અભિયાન સ્વરૂપે “પરવાહ” એટલેકે કાળજી થીમ ઉપર શરૂ કરાયેલ આ અભિયાન 45 દિવસ સુધી ચાલશે.આ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો જેમકે શેરી નાટક, ટ્રાફિક જાગૃતિ સેમિનાર , વર્કશોપ ની સાથે યુવા વર્ગને પણ ટ્રાફિકના નિયમો  અંગેની જાણકારી મળે અને જાગૃતિ આવે તે માટે માર્ગ સલામતી અને ટ્રાફિક સંબંધિત વિષયો ઉપર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે ટ્રાફિક જાગૃતિ અંગેના સ્લોગન સાથેના બેનર લગાડી આજે પાવર હાઉસ ચાર રસ્તા પાસે રંગલો અને રંગલી ના ભવાઈ શેરી નાટકે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું, ગમ્મત સાથે જ્ઞાન આપતા રંગલો અને રંગલીએ ટ્રાફિક ના એકે એક મુદ્દાને એકે એક નિયમ અંગે પોતાના અનોખા અંદાજમાં લોકોને અવગત કર્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

નસવાડી વકીલ મંડળ દ્વારા આયોજિત લોયર કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગોધરા ટીમ વિજેતા

admin

છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૨૧- છોટાઉદેપુર મતવિસ્તારના નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

admin

આંબાખુંટ ગામે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ

admin

Leave a Comment