36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધયેલ લૂંટ, અપહરણ, પ્રોહિબીશનના કુલ-૧૦ ગુનામાં રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશના બડવાની ખાતેથી પકડી પાડતીછોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……. જે અન્વયે વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન અને સુચના હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અન્વયે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, છોટાઉદેપુર જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધયેલ – લૂંટ, અપહરણ, પ્રોહિબીશનના કુલ-૧૦ ગુનાના કામે નાસતો ફરતો આરોપી વાસુદેવ ઉર્ફે વાસુ ભગવાનભાઇ ભૈડીયાનાઓ પોતાની હ્યુંડાઈ કંપનીની ક્રેટ્રા ગાડી રજી.નંબર GJ-20-N-2844 ની લઈને તેના મિત્રો સાથે શીરડી ખાતે ગયેલ હોય અને ધુલે, સેંધવા, બડવાણી થઈને અલીરાજપુર તફર આવનાર છે. જેથી સ્ટાફના માણસો સાથે શીરડી જવા નિકળેલ તે દરમ્યાન બડવાની ગામે નર્મદા નદીના બ્રીજ પાસે પહોચતા સામેથી ઉપરોક્ત બાતમી હકીકત વાળી ક્રેટા ગાડી આવતા તેને હાથ વડે ઇશારો કરી સાઇડમાં ઉભી રાખેલ અને અંદર બેસેલ ઇસમોને નિચે ઉતારી પુછપરછ કરતા ઉપરોક્ત બાતમી હકીકત વાળો ઇસમ મળી આવેલ જેથી તેને પકડી લીધેલ અને પકડાયેલ ઈસમનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ વાસુદેવ ઉર્ફે વાશુ પિતા ભગવાનભાઈ ભૈડીયા રાઠવા((MP) નાનો હોવાનું જણાવેલ જેથી સદરી ઇસમની છોટાઉદેપુર જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નાસતો-ફરતો હોય જેથી પકડાયેલ ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે કવાંટ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Related posts

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કુમાર શાળા ના શિક્ષક રાઠવા રામદાસ ભાઈ નું હ્રદય રોગના હુમલાથી નિધન

admin

બે દિવસથી માર્ગો તૂટી ગયો ગામના લોકો દ્રારા સૂત્રોચ્ચાર છતાં તંત્રના અધિકારીઓના આવતા લોકો મુશ્કેલીમાં

admin

છોટા ઉદેપુર જીલ્લામાં ૧૧૨ ના મહેકમ સામે ૭૧ જ ગ્રામ સેવકો

admin

Leave a Comment