Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુરના રાઠ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના ચાલી રહેલ વિકાસના કામોની મુલાકાત લીધી.

છોટાઉદેપુર તાલુકા સહિત જિલ્લાના છ તાલુકાઓમાં વિવિધ વિકાસના કામો ચાલી રહ્યા છે. જે કામોની ચૂંટાયેલા પ્રતિનિધિ સાંસદ અને ધારાસભ્યો રૂબરૂમાં મુલાકાત લઈ રહ્યા છે. અને સમીક્ષા કરી જરૂરી સૂચનો આપી રહ્યા છે. જેથી ભવિષ્યમાં પ્રજાને કોઈ તકલીફ પડે નહીં. જેના ભાગરૂપે આજરોજ છોટાઉદેપુર તાલુકાના રાઠ વિસ્તારમાં આવેલ ગામોમાં ચાલતા પાણી પુરવઠાના કામોનું સાંસદ જશુભાઈ રાઠવા એ રૂબરૂમાં નિરીક્ષણ કર્યું હતું. સાંસદ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર તાલુકાના લેહવાંટ જૂથ પાણી પુરવઠા યોજનામાં ૫૩ જેટલા ગામો આવેલા છે. જે ગામોની અંદર જે કામો ચાલે છે. તેની રૂબરૂ મુલાકાત લીધી છે. સાંસદ જશુભાઈ રાઠવા એ રૂબરૂ મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ મુલાકાતમાં સાંસદ જશુંભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઇ રાઠવા, ભાજપના નેતા પાર્સિંગભાઈ રાઠવા સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને વાસ્મોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

૧૫ વર્ષથી માધ્યમિક શાળા શરૂ છે પરંતુ હજી સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી

admin

છોટાઉદેપુર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા શરૂ થઈ

admin

કવાંટ તાલુકાના એસ્પીરેસનલ બ્લોક અંતર્ગત ડોન બોસ્કો હાઇસ્કુલ કવાંટ ખાતે “વિશ્વ મહિલા દિન-૨૦૨૫ ની ઉજવણી” અને “આરોગ્ય ચેતના ઉત્સવ ” યોજાયો.

admin

Leave a Comment