Genius Daily News
Uncategorized

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ચૂડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ચુડા તાલુકામાં સાંબેલા ધાર વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જેના કારણે ખેડૂતોનાં ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે.

ત્યારે ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોનાં પાકોમાં થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરીને સહાય ચૂકવવા માટે આવેદન પાઠવ્યું હતું

ચુડા તાલુકામાં મેઘો મન મૂકી વરસી રહ્યો હોય ત્યારે ધરતીપુત્રોમાં પોતાના ઉભા પાકમાં મોટા પાયે નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

સાતમ આઠમ પહેલા પણ મોટા પાયે વરસાદ થયો હતો અને
ખેડૂતોને ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હાલમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કફોડી બની છે.

મોંધાભાવનાં બિયારણ ખાતર અને મેહનત મજુરીના ખર્ચા પણ નહીં નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોની જણસની વાત કરીએ તો કપાસ,તલ,બાજરી, જુવાર, સોયાબીન જેવા પાકોમાં ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર વર્ષયો હોય ત્યારે ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.
ચુડાનો વાંસળ ડેમ ઓવરફ્લો થતાં નીચેના વિસ્તારમાં મોટાપ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે.
જેથી હાલત કફોડી બની છે.

રિપોર્ટર ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

સરકાર અઝીમે મિલાદ સૈયદ મોઇનુદ્દીન બાવાનું નિધન

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા પહોચ્યા છોટાઉદેપુરના રાઠ વિસ્તારની મુલાકાતે

admin

છોટાઉદેપુર જિલ્લામાં ભગવાન વિઘ્નહર્તાને નમ્ર આંખોએ વિદાય આપવામાં આવી

admin

Leave a Comment