30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

સુરેન્દ્રનગર જીલ્લાનાં ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ચૂડા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

ચુડા તાલુકામાં સાંબેલા ધાર વરસાદને કારણે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

જેના કારણે ખેડૂતોનાં ઉભા પાકમાં ભારે નુકસાન થયું છે.

ત્યારે ચુડા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ચુડા મામલતદાર કચેરી ખાતે ખેડૂતોનાં પાકોમાં થયેલ નુકશાનીનું તાત્કાલિક ધોરણે સર્વે કરીને સહાય ચૂકવવા માટે આવેદન પાઠવ્યું હતું

ચુડા તાલુકામાં મેઘો મન મૂકી વરસી રહ્યો હોય ત્યારે ધરતીપુત્રોમાં પોતાના ઉભા પાકમાં મોટા પાયે નુકશાનની ભીતી સેવાઈ રહી છે.

સાતમ આઠમ પહેલા પણ મોટા પાયે વરસાદ થયો હતો અને
ખેડૂતોને ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હાલમાં જોવા જઈએ તો ખેડૂતોની હાલત કફોડી બની છે.

મોંધાભાવનાં બિયારણ ખાતર અને મેહનત મજુરીના ખર્ચા પણ નહીં નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે.

ખેડૂતોની જણસની વાત કરીએ તો કપાસ,તલ,બાજરી, જુવાર, સોયાબીન જેવા પાકોમાં ભારે પ્રમાણમાં ભાદરવો ભરપૂર વર્ષયો હોય ત્યારે ખેડૂતોને ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા.
ચુડાનો વાંસળ ડેમ ઓવરફ્લો થતાં નીચેના વિસ્તારમાં મોટાપ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે.
જેથી હાલત કફોડી બની છે.

રિપોર્ટર ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

માંજલપુર ગામ ખાતે આવેલ કબીર મંદિર ખાતે જયરામ દાસ સાહેબ મંદિર ખાતે ગુરપૂર્ણિમા ઉત્સવ અને ભજન સંધ્યા નો કાર્યકમ

admin

એસએસજીમાં સારવાર લઇ રહેલા 65 વર્ષીય દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો

admin

ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના અધ્યક્ષ પદે મુસ્લિમ સમિતિ આગેવાનો તથા ગણેશ મંડળોની શાંતિ સમિતિની મીટીંગ મળી

admin

Leave a Comment