જેથી ડેમનાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે.
ચુડામાં ચોમાસાનાં આગમન સાથે જ વરસાદ જોવા મળી રહ્યો છે.ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદને કારણે ચુડાનો વાંસળ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.
વાંસળ ડેમનાં સેક્શન ઓફિસરનાં જણાવ્યા અનુસાર ચુડા તાલુકાનાં ચુડા ગામ નજીક આવેલો વાંસળ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો છે.
આથી ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે. જેથી ડેમનાં નીચાણવાળા વિસ્તારો ચુડા,ગોખરવાળા,ભૃગુપુર,સેજકપર, મોજીદડ સહિતનાં ગામનાં લોકોને ડેમની ઉપરવાસમાં અને નીચાણવાળા વિસ્તારમાં આવતાં વિસ્તારોમાં કે નદીનાં પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે.
રિપોર્ટર
ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર

