Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના વડસર બ્રિજ પર બે ફોરવીલર વચ્ચે ટક્કર – ભારે ટ્રાફિક જામ

વડોદરા શહેરના વડસર બ્રિજ પર બે ફોરવીલરની ટક્કર – ભારે ટ્રાફિક જામ, મુસાફરોને ભારે હાલાકી

વડોદરા શહેરના વડસર બ્રિજ પર આજે સવારે બે ફોરવીલર વચ્ચે જોરદાર અથડામણ થતા બ્રિજ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની અસર એટલી ગંભીર હતી કે બંને વાહનોને મોટું નુકસાન થયું હતું અને બ્રિજ ઉપર વાહનોની લાંબી લીટી લાગી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

અચાનક બનેલા અકસ્માતને કારણે બ્રિજ પરથી પસાર થનારા મુસાફરોને લાંબા સમય સુધી ધીમે ગતિએ આગળ વધવું પડ્યું હતું, જેના કારણે અનેક લોકો કામ પર પહોંચવામાં મોડું થયું હોવાનું જણાયું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ટ્રાફિક તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરતા બ્રિજ પરની વાહનવ્યવસ્થા ધીમે ધીમે સામાન્ય બનાવી દેવામાં આવી હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની કે ગંભીર ઇજા થયાની માહિતી મળી નથી.

Related posts

પ્રમુખ પાસે પોતાના નામનું બોર્ડ લગાવવાનો સમય નથી, તો પ્રજાના કામ ક્યારે થશે ?

admin

કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર માર્ગ પર ડીવાઈડર પર જઈ ચઢી

admin

કોંગ્રેસના કાઉન્સિલરોના સસ્પેન્શન મુદ્દે વડોદરા શહેર પ્રમુખની તીખી પ્રતિક્રિયા

admin

Leave a Comment