વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ગુરુવારની મોડી રાત્રે આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે બનેલી ગોઝારી અકસ્માતની ઘટનાને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ નાં પ્રમુખ ઋત્વિક જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોલીસ કમિશનર શ્રી આવેદન આપી રજૂઆત કરી હતી. અને ફોરવીલર કાર ચાલકો દ્વારા અવારનવાર થતાં અકસ્માતને લઈને તેઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ પણ કરી હતી.

