Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બોડેલી સેવાસદન ખાતે રેશનકાર્ડ KYC માટે ભૂખ્યા તરસિયા બેસેલા બાળકોને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ બિસ્કીટ આપી મામલતદારને આવેદન પત્ર આપ્યું

હાલમાં ચાલી રહેલ આધારકાર્ડ અપડૅટ તથા રેશનકાર્ડ KYCની કામગીરી છેલ્લા પાંચ દિવસથી ધીમીગતિ થતા લાભાર્થીઓ પરેશાન થઇ ગયા છે. ઓછી સિસ્ટમના તથા અરજદારો વધુના કારણે મોટા ભાગના લોકોને ધકો પડે છે. વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈન લાગી જાય છે. ૩-૪ દિવસે અરજદારોના નંબર લાગે છે.

મોટી સંખ્યામાં અરજદારો આવતા હોવાથી કચેરીમાં અવ્યવસ્થા પણ સર્જાય છે.પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નહિ પંખા વગર કલાકોથી ગરમીથી થઈ રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે
બોડેલી સેવાસદન ખાતે ભૂખ્યા તરસિયા બેસેલા બાળકો ને કોંગ્રેસના કાર્યકર્તાઓએ બિસ્કીટ આપ્યા
કોંગ્રેસના કાર્યકરોએ બોડેલી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા ગરીબ લોકો નો ખર્ચ અને સમયમાં રાહત થયા તે માટે જેતે ગામ ની પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ માગ સાથે તાલુકા કોંગ્રેસ દ્રારા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું.

આજ રોજ સર્વર બંધ થઈ જતા સવારથી બપોર સુધી બેસેલા લોકો ને પોતાના ધરે પરત જવા નો વારો. રોજ રોજ પોતાનો કામ ધંધો બગાડી ભાડા ખર્ચીને દૂર દૂર થઈ અરજદારો આવતા હોય છે કેટલાક લોકો તો છેલ્લા પાંચ દિવસ થી ખાઈ છે ધક્કા. તેવામાં એક જ લોક માગ ઉઠી રહી છે કે આધારકાર્ડ અપડૅટ તથા રેશનકાર્ડ KYCની કામગીરી સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરે.

Related posts

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રન ના બનાવ બાદ અંબાલાલ પાર્ક ચાર રસ્તા પાસે સ્પીડ બ્રેકર મૂકવા સીનીયર સીટીઝન લોકોએ પ્રદર્શન કર્યું….

admin

યશોદા ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ હૈદરાબાદ દ્વારા વડોદરામાં એડવાન્સ્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશન ટ્રીટમેન્ટ અંગે પત્રકાર પરિષદ યોજી

admin

સાવલીના સેવાસદન સામે અક્ષર રેસિડન્સીમાં મધરાતે ચોરી, પોલીસ તપાસ શરૂ

admin

Leave a Comment