35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખાડાઓના વિરોધમાં કોંગ્રેસની “ખાડોદરા દર્શન યાત્રા” ઢોલ-નગારાં સાથે વિરોધ પ્રદર્શન

વડોદરા શહેરમાં ખરાબ રસ્તાઓ અને ખાડાઓ મુદ્દે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. વોર્ડ નં. ૧૪ના વિહાર ટોકીઝથી ગાજરાવાડી સુધીના માર્ગ પર Congress દ્વારા “ખાડોદરા દર્શન યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું.

આ યાત્રામાં કોંગ્રેસના આગેવાનો ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા. ઢોલ-નગારાંની સાથે રસ્તાના ખાડાઓ ઉપરથી પસાર થતી યાત્રા દ્વારા તંત્રના ગેરકાર્યક્ષમ કામગીરી ઉપર વ્યંગ કર્યો હતો.

આ આયોજનનો હેતુ રસ્તાની દયનીય હાલત અને વરસાદ પહેલા પણ ખાડાઓથી ભરેલા માર્ગોને લોકચેતનાનું રૂપ આપી તંત્રને જગાડવાનો રહ્યો હતો.
યાત્રા દરમિયાન નારા લગાવવામાં આવ્યા અને ખાડાથી પરેશાન થયેલા નાગરિકોની વ્યથા રજૂ કરવામાં આવી.

કૉંગ્રેસે તંત્રને ચીમકી આપી કે જો તાત્કાલિક રસ્તાની મરામત નહિ થાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરાશે.

આ ખાડોદરા દર્શન યાત્રા હવે શહેરના અન્ય વિસ્તારો સુધી વિસ્તરી શકે તેવી સંભાવના છે.

Related posts

કાંસને અડીને બનાવેલી ત્રણ માળની ઈમારત દૂર કરવાની કાર્યવાહી શરૂ

admin

વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોની આજુબાજુ પસાર થતાં ડીજે અને ત્યાં ફોડાતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવા રજૂઆત

admin

શ્રાવણ માસના છેલ્લા શનિવારે શ્રી હઠીલા હનુમાનજી મંદિરે બિસ્કીટ ના હિંડોળા અને સુવર્ણ વાઘા ના મનોરથ

admin

Leave a Comment