31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ઠક્કર ની કારને પોલીસ સ્ટેશન લઇ જવાતાં વિવાદ

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ફેક્ટરી માલિક જયેશ ઠક્કર પોતાની ઓફિસેથી ફેક્ટરી જવા માટે નિકળ્યા હતા તે દરમિયાન તેમને લેવા માટે મર્સિડીઝ ગાડી ગાલા ચેમ્બર નીચે આવી હતી હજી બે જ મિનિટ ત્યાં નીચે ગાડી ઉભી હતી તે દરમિયાન એક પોલીસ કેન્સટેબલે કાર પાસે આવી ફેકલ્ટી માલિકને જણાવ્યું કે તારી ગાડી પોલીસ સ્ટેશને લઈ લે કારણ પૂછતાં જણાવ્યું કે તારી ગાડી રોડપર વચ્ચે ઉભી છે એસીપી સાહેબ બોલાવે છે ત્યારે કાળા રંગના કાચ વાળી ગાડીમાં બેઠેલા પોલીસ અધિકારીએ ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું માટે ત્યારે ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા જણાવાયું કે મને લેવા કાર આવી છે અને હૂં ઉતરીને કાર સુધી પહોચ્યો તેટલો સમય થયો છે અને તમે મને તુ તા કરીને વાત ન કરી શકો તેમ કહેતા પોલીસ અધિકારી ભડક્યા હતા અને કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા તે દરમિયાન અચાનક ફેક્ટરી માલિક જયેશ ઠક્કર દ્વારા એક મિત્ર થકી શહેર પોલીસ કમિશનર સાથે સમગ્ર મામલે વાત કરતાં શહેર પોલીસ કમિશનરે જે તે અધિકારીને પોલીસ સ્ટેશનમાં જમા લીધેલી કાર છોડવા જણાવ્યું હતું જેના કારણે કાર છોડવી પડી હતી પરંતુ જયેશ ઠક્કરે સમગ્ર મામલે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોલીસ અધિકારી કયા કાયદાની અનન્વયે મારી કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા? પોલીસ અધિકારી પોતે ડાર્ક કાળા રંગના કાચવાળી ગાડીનો ઉપયોગ કયા નિયમોને આધારે કરે છે? સ્ટેશન પાસે તથા ગાલા ચેમ્બર્સનીચે દરરોજ ગેરકાયદેસર ટ્રાફિક થાય છે ઓટોરિક્ષાઓ ગેરકાયદેસર રીતે પેસેન્જર બેસાડે છે તે બધું છોડીને મારી કારને કેમ ટાર્ગેટ કરવામાં આવી.તેમણે એસીબી તથા વિજીલન્સ તપાસ માગી છે અને હપ્તાખોરીને કારણે ગેરકાયદેસર વાહનો ચાલે છે તેનું ભરણ લેતાં પોલીસ, ટ્રાફિક કર્મી સામે પગલાં લેવાની તેમજ પોતાની ગાડીને પોલીસ ક ઇ રીતે પોલીસ સ્ટેશનમાં જમા લઇ શકે કયા નિયમોને આધારે આ કાર્યવાહી કરી તેની તપાસ કરવાની માંગ કરી છે

Related posts

સાવલી પાસેના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં વડોદરા ખાનખનિજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા

admin

ડભોઇ તાલુકાના તેનતલાવ સીમ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં બે મિત્રો બાઇક લઇ ખાબક્યા

admin

નશામાં ધૂત કાર ચાલકે રેલિંગ તોડી

admin

Leave a Comment