Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાના પેવર બ્લોક કામને લઈ વિવાદ, કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ફરી એકવાર પેવર બ્લોક બદલવાની કામગીરીને લઈ વિવાદ ઊભો થયો છે. માત્ર પંદર વર્ષમાં ફરી પેવર બ્લોક નાખવાની તૈયારી સામે કોંગ્રેસ પાર્ટી એક્શન મોડમાં આવી છે અને આ નિર્ણયને પ્રજા ના પૈસાની વેડફાટ ગણાવી વિરોધ નોંધાવ્યો છે.

પાલિકાની તિજોરી પર ભાર હોવા છતાં પેવર બ્લોક નાખવાના નામે અંદાજીત પોણા બે કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શહેરના મંગલબજાર વિસ્તારમાં હાલ જુના પેવર બ્લોક કાઢીને નવા નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે.

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોનું કહેવું છે કે જ્યાં માત્ર રીપેરીંગથી કામ થઈ શકે છે ત્યાં સંપૂર્ણપણે નવા પેવર બ્લોક નાખવાની કોઈ જરૂર નથી. તેમનો આરોપ છે કે હજુ ઉપયોગમાં લઈ શકાય તેવા જુના પેવર બ્લોક દૂર કરીને નવી કામગીરી કરવી એ સ્પષ્ટ રીતે નાણાંની બરબादी સમાન છે.

કોંગ્રેસે આ કામગીરી પાછળ સ્થાનિક કોર્પોરેટરોના સૂચન જવાબદાર હોવાનું પણ જણાવ્યું છે. પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સમારકામથી રસ્તાઓ સુધરી શકે ત્યાં નવા પેવર બ્લોક નાખવાની યોજના તાત્કાલિક રોકવામાં આવે.

આ સમગ્ર મુદ્દે શહેરના રાજકારણમાં ચર્ચા તેજ બની છે અને પાલિકા તરફથી શું સ્પષ્ટતા આવે છે તે પર સૌની નજર ટકેલી છે.

Related posts

વડોદરા શહેરની ખાનગી સ્કૂલઓ FRCના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતી સામે NSUI મેદાનમાં આવી

admin

ભાયલીના નરાધમોને વધુ 4 દિવસના રિમાન્ડ મંજુર

admin

વડોદરા શહેરમાં મહિલા પોલીસ કર્મચારીઓના સાહસ અને સમર્પણને બિરદાવતો ભવ્ય ‘શક્તિ ઇન ખાખી’ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment