Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી

ખેડૂતોએ ખેતીનો તૈયાર પાક કમોસમી વરસાદના કારણે ડભોઇ તાલુકા વિસ્તારમાં પાકની લણણીના સમયે થયેલ નુકસાનના કારણે ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી સાથે ડભોઇ નાયબ કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી વળતર ની માંગણી કરી હતી…

છેલ્લા છ માસથી વરસાદ અવારનવાર ચાલુ રહ્યો છે જેનાથી શરૂઆતથી ખેડૂતોને નુકસાની થઈ રહી છે, એવા સમયે હાલમાં ડભોઇ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકો જેમ કે ડાંગર , કપાસ તુવેર ખરીફ પાક વિગેરે પાકમા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે જેના કારણે ડભોઇ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના ના પ્રમુખ સુધીરભાઈ બારોટ સદસ્યો દ્વારા ડભોઇ નાયબ કલેકટર શ્રી કચેરી ખાતે આજરોજ લેખિત રજૂઆત કરીને સમગ્ર તાલુકાના 118 ગામ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું રાહત પેકેજ ખેડૂતોને આપવાની માંગ કરેલ છે… તેમજ જાણવા મુજબ સર્વેમાં 66 ગામોમાં સર્વે કરવામાં નહીં આવે તેમજ વળતર નહીં આપવા માં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની પણ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે… અને ખેડૂતોને ખાતર મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવા ની માંગ કરેલી છે…

Related posts

સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો, કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પરિવારજનોનો હોબાળો

admin

વડોદરાના મુજ મહુડા વિસ્તારમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

admin

કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન

admin

Leave a Comment