ચાંદીપુર વાયરસ થી બચવા માટેના તમામ પ્રયાસો હાથ ધરાવા માટે ડભોઇ નગરપાલિકા અને આરોગ્યતંત્ર કવાયત શરૂ કરી હતી સલમ વિસ્તારમાં કાચા મકાનોમાં સર્વે હાથ ધરી પાવડર નો છંટકાવ કાઢવામાં આવ્યો હતો…
ચાંદીપુરમ વાયરસે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ડભોઈ નગર પાલિકાના ચીફ ઓફિસર જય કિસાન તડવી અને વડોદરા જિલ્લા મેલેરિયા સાખા ના ડી.એમ. ઓ રાહુલ નાઓ ના આદેશ અનુસાર ડભોઇ શહેરમાં નગરપાલિકા ના કર્મચારી અર્બન હેલ્થ સેન્ટર
ગુણવંત પ્રજાપતિ (ઇન્ચાર્જ એસ આઈ સંજયભાઈ બારીયા નગરપાલિકા કર્મચારી પ્રહલાદભાઈ બી પટેલ રાજેશભાઈ કટારીયા ઓએ આરોગ્ય ટીમ બનાવી શહેર માં નાંદોદી ભાગોળ વિસ્તાર તેમજ વિવિધ સલમ વિસ્તારમાં જ્યાં ઝૂંપડપટ્ટી અને કાચા મકાનો હોય ત્યાં દવાનો છંટકાવ અને લોકોને ચાંદીપુરમ વાયરસથી બચવા માટેની માહિતી આપવા માટેની પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે કે ઇન્ચાર્જ એસ આઈ ગુણવંત પ્રજાપતિ સંજયભાઈ બારીયા નગરપાલિકાના કર્મચારી પ્રહલાદભાઈ બી પટેલ રાજેશભાઈ કટારીયા વિગેરે ના ઓ એ લોકોમાં જાગૃતિ આવે તે માટે માહિતી આપતા જણાવ્યું હતું કે ચાંદીપુરમ વાયરસ એ સેંડફલાવર માખી ધ્વારા ફેલાતો રોગ છે, નાના બાળક થી લઈને 14 વર્ષ સુધીના બાળકોને કેડી જાય છે અને એ સામાન્ય માખી કરતા નાની માખી હોય છે તેના કરડવાથી દર્દીને તાવ આવે અને પછી ખેંચ આવે એટલે તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવે તો એ બાળકને બચાવી શકાય છે
સામાન્ય રીતે આ માખી માટીની દીવાલો અને એ દીવાલોમાં પડેલી તિરાડ માં વસવાટ કરે છે અને તેના બચ્ચાઓ પેદા કરે છે અને એને નાના બાળકોને કરડ વાથી નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે બાળકો તેનો જલ્દી ભોગ બને છે અને જો તાત્કાલિક સારવાર ન મળે તો તેઓ મૃત્યુના મુખમાં પહોંચી જાય છે ,ત્યારે આવા વાયરસ સુધી માખીને અને ફેલાતો વાયરસ રોકવા માટે સમગ્ર આરોગ્ય તંત્ર અને નગરપાલિકા કામે લાગે છે…
રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

