Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કોર્ટ ના સંકુલ માંથી ભાગી ગયેલો દીપેન પટેલ હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો..

10 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં સુનાવણી હોય હત્યાના આરોપી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે કોર્ટ પરિસરમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ કેસની મુદત પડી હોય કોર્ટ કાર્યવાહી બાદ પોલીસ કર્મચારીઓ આરોપીઓને લઈને કેન્ટીન પાસે થી હાર્દિક પ્રજાપતિને પોલીસ જાપ્તા સાથે ગઈકાલે કોર્ટમાં રજૂ કરાયો હતો. દરમિયાન કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ કર્મચારીઓ તેને કેન્ટીનમાં લઈ ગયા હતા. ત્યાં પોલીસ કર્મચારી દુકાનદારને રૂપિયા ચૂકવતા હતા, તે દરમિયાન આરોપી નજર ચૂકવીને કેન્ટીનમાંથી બહાર આવ્યા બાદ કોર્ટના પાછળના દરવાજાથી ભાગીને સુરત પહોંચી ગયો હતો. પોલીસને અલગ અલગ ટીમો આરોપીને પકડવા એક્ટિવ થઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી હત્યાના આરોપીને દબોચી લીધો છે.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર જાહેરમાં મારામારી

admin

વડોદરાના યાકુતપુરા મદન મહોલ્લા ખાતે મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ આયોજન

admin

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

admin

Leave a Comment