Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પુર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગ

આજ રોજ માંજલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ,વડોદરા ખાતે સંરક્ષણ ભરતી પુર્વેની નિ:શુલ્ક નિવાસી તાલીમ વર્ગમા જોડાવા માટે પુર્વેની ઉમેદવારોની ફીઝકલ ચકાસણી (સ્ક્રુટીની) કેમ્પ યોજવામા આવ્યો

શ્રમ ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની મદદનીશ નિયામક(રોજગાર)કચેરી,તરસાલી વડોદરા દ્વારા સંરક્ષણ ક્ષેત્ર જેમા આર્મી,નેવી,એરફોર્સ,પેરા મીલીટરી ફોર્સ ,પોલીસ,ફોરેસ્ટ ,સીકયુરીટી વિવિધ ભરતીમા વડોદરા જીલ્લાના ઉમેદવારો ભાગ લે તેમજ તેમા યોજાતી શારીરીક અને લેખીત પરિક્ષામા સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમા ૯૦ ઉમેદવારોને ૩૦ દિવસની ફ્રી રેસુડેન્સીયલ તાલીમ યોજવામા આવનાર છે .જેમા ઉમેદવારોની પસંદગી કરવા માટે માંલપુર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ફ્રી તાલીમ લેવા માંગતા ઉમેદવારો માટે અરજી સ્ક્રુટીની કેમ્પ રાખવામા આવ્યો હતો જેમા ૫૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેઓની રનીંગ,ઉંમર ઉચાઈ,વજન અને છાતી તપાસ કરીને મેડીકલ કરવામા આવશે જેમા ફીટ ઉમેદવારોને ૨૪૦ કલાકની (૩૦ દિવસ)ની તાલીમ એસ આર પી એફ ગ્રુપ ૯,મકરપુરા ખાતે યોજાશે .જયા તાલીમાર્થીની રહેવા,જમવાની ,કલાસ કોચીંગ તેમજ સાહીત્ય વિના મુલ્યે પુરુ પાડવામા આવશે તેમજ એકસ સર્વીસમેન તેજ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા શારીરિક અને લેખીત પરીક્ષાની તાલીમ આપવામા આવશે .૮૦% હાજરી ધરાવતા તાલીમાર્થીને દૈનિક ૧૦૦/- રુપીયા સ્ટાઈપન્ડ ચુકવવામા આવશે.જે ઉમેદવારોએ અરજી કરેલ નથી તેઓને દિન ૨ માં મદદનીશ નિયામક( રોજગાર )ની કચેરી ,તરસાલી,વડોદરા ખાતે રુબરુ સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રી અલ્પેશ ચૌહાણે જણાવેલ છે.

Related posts

વડોદરામાં દબાણો દૂર કર્યા બાદ ગણતરીના કલાકોમાં પુનઃ દબાણો યથાવત

admin

ડભોઇ-વડોદરા રોડ પર ખોદકામનો બેદરકારી ભર્યો મામલો VIP રૂટ માટે તત્કાળ ‘આંખે પાટા’ બાંધવાનો પ્રયાસ

admin

ડભોઈ નગરપાલિકાની આગામી મુદત પૂરી થતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની બેઠક રચના અંગેનુ જાહેરનામુ પ્રસિદ્ધ

admin

Leave a Comment