સંખેડા તાલુકાના વાસણા વસાહત 3 માં 15 જેટલા મકાનો માં નલ સે જલની સુવિધા હોવા છતાંય તેમાં પાણી ના આવતું હોવાથી શ્રમજીવી પરિવારો ગ્રામપંચાયત ના સરપંચ ને રજુઆત કરીને થાકી જતા ગ્રામ પંચાયતના સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે માટે સૂત્રોચ્ચારો કરીને પાણી આપો પાણી આપો ની માંગ કરી છે.
સંખેડા તાલુકાના વાસણા જૂથ ગ્રામ પંચાયત ના વાસણા વસાહત નંબર 3 માં 15 જેટલા મકાનો આવેલા છે. અને શ્રમજીવી પરિવારો છે. હરરોજ કમાઈ ને હરરોજ ખાનાર લોકો છે. જયારે પશુધન પણ ઉછેરે છે. આ વસાહત માં સરકાર દ્વારા નલ સે જલ યોજના માં ઘરે ઘરે નળ મૂકી આપવામાં આવ્યા છે. પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. નળ માં પાણી આવતું ના હોવાથી મહિલાઓ નજીક માં માથે બેડાં લઈને પાણી ભરવા જાય છે. જયારે મજૂરી કામે જવાનું હોય ત્યારે પશુ ઓને પાણી પીવડાવવા માટે પાણી ની વધારે જરૂરિયાત હોય છે. ત્યારે પાણી ભરવામાં સમય જતો રહેતો હોવાથી મજૂરીકામ જવામાં મોડું થઇ જાય તો તેઓને મજૂરી કામ માં ખેડૂતો લેતા નથી. હરરોજ આ સમસ્યાથી મહિલાઓ હેરાન પરેશાન થઇ ગઈ છે. નજીક માં જ ફિલ્ટર પાણીની ટાંકી લાખો લીટરની છે. અને અન્ય વિસ્તારો અને ગામડાઓમાંઆનું પાણી પહોંચાડવામાં આવે છે. જયારે 100 મીટર ના અંતર માં આ ટાંકી નું પાણી આ પરિવારો ને મળતું નથી. જેને લઈને શ્રમજીવી પરિવારોએ અનેક વાર ગ્રામ પંચાયત ના સત્તાધીશો ને રજુઆત કરી હતી. પરંતુ ગ્રામ પંચાયત સત્તાધીશો પાઇપ લાઈનની કામગીરી ના કરાવતા હાલ લોકો ને પાણી ફિલ્ટર વાળું મળતું નથી જેને લઈને રોષે ભરાયેલા શ્રમ જીવી પરિવાર ના લોકો ભેગા થઇ ને ગ્રામ પંચાયત ના સત્તાધીશો ના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્ચારો કરી અને પાણી ની માંગ કરી હતી જયારે આદિવાસી વિસ્તાર માં સરકાર કરોડો રૂપિયા પાણી ની સુવિધા માટે ફાળવે છે પરંતુ તેમાં પાણીપુરવઠા વિભાગ અને ગ્રામપંચાયત ના સત્તાધીશો વચ્ચે તાલમેલ ના હોવાથી નાની નાની કામગીરી કરવામાં આવતી નથી. જેનો ભોગ લોકો બને છે હાલ તો શિયાળા ની સીઝન છે એટલે પાણી ની જરૂરિયાત ઓછી છે જયારે ગરમી ની સીઝન માં પાણી ની માંગ વધી જાય છે ત્યારે લોકો ને મુશ્કેલી ના પાડે તે માટે પાણીપુરવઠા બોર્ડે આવી નાની ખામીઓ દૂર કરીને પ્રજા ને પાણી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જયારે વાસણા વસાહત નંબર 3 ના લોકો એ આગામી દિવસો માં પાણી ની સમસ્યા દૂર કરવામાં નહિ આવે તો રોડ ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

