Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોસંખેડા

સંખેડા વિસ્તારમાંથી રૂ. 55 લાખથી વધુનો ગેરકાયદેસર દારૂ અને વાહનો જપ્ત

બે આરોપી ઝડપાયા, અન્યની શોધખોળ શરૂ

છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના બિલીયા ગામની સીમમાં એલ.સી.બી.ની ટીમે મળેલી ગુપ્ત બાતમીના આધારે દારૂ કટીંગના સ્થળ પર રેડ કરી હતી.

રેડ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૩૫૦૪ બોટલ, જેની અંદાજિત કિંમત રૂ. ૧૪.૯૩ લાખ થાય છે, તે કબ્જે લેવામાં આવી હતી. આ સાથે દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલા ચાર કાર, એક દ્વિચક્રી વાહન, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. ૫૫.૪૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી દરમિયાન એલ.સી.બી. પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓ સ્થળ પરથી ફરાર થવામાં સફળ રહ્યા હતા. હાલ ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ મામલે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના ધંધા સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

Related posts

વડોદરાના વાઘોડિયા રોડ પર રિવોલ્વર સાથે છોટાઉદેપુરનો યુવક ઝડપાયો

admin

કોંગ્રેસ પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ પુનીયાવાંટ મોડેલ સ્કૂલના રસોડામાં મુલાકાત લીધી હતી.

admin

છોટા ઉદેપુર નગરના હૃદય સમાન કુસુમ સાગર તળાવનું નગરપાલિકા દ્વારા સફાઈ કામની શરૂઆત કરાતા નગરજનોમાં ખુશીની લહેર પ્રસરી

admin

Leave a Comment