ઉના શહેરમાં જીઈબી ઓફિસ આવેલ ગણેશ મંદિર રામનગર ખારા થી લામધાર તરફ જતો વાડી વિસ્તારના રસ્તામાં બાવળો અને જાડી જાખરા હોવાથી વાહન ચાલકોને તે વિસ્તારના લોકોને સ્કૂલે ભણવા જવા માટે બાળકોને અને ખેડૂતોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાં લોકો એ અને ખેડૂતોએ ઉના ના માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ને રજૂઆત કરતા આ વિસ્તારના ખેડૂતોની અને લોકોની રજૂઆત ને ધ્યાન લઇ ઉના ના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ એ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને રસ્તાની બંને બાજુ બાવળો અને જાડી જાખરા દુર કરી અને રસ્તા ખુલ્લા કરવા ધારાસભ્ય શ્રી એ નગર પાલિકા ના સ્ટાફને સુચના આપી હતી આ પ્રશ્નનો નિકાલ અવતા આ વિસ્તાર લોકોમાં હર્ષની લાગણી અનુભવી હતી તેમજ ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ નો આભાર માન્યો હતો
રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

