વોકલ ફોર લોકલ પહેલ હેઠળ સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવા માટે રાજ્ય કક્ષાએથી મુખ્ય મંત્રીના વરદ હસ્તે એસ્પિરેશનલ જિલ્લા અને બ્લોકમાં ‘આકાંક્ષા હાટ’ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક કારીગરો અને શખી મંડળીઓ દ્વારા બનાવેલ વિવિધ ઉત્પાદનો હસ્તકલાઓનું પ્રદર્શન અને વેચાણ શરુ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકા કચેરીના ફાયર સ્ટેશન ખાતે ‘આકાંક્ષા હાટ’ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘આકાંક્ષા હાટ’નું તા. ૨૯.૭.૨૫ થી તા.૨.૮.૨૫ સુધી આયોજન કરવામાં આવ્યું છે.
‘આકાંક્ષા હાટ’નું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા કલેકટર ગાર્ગી જૈન અને ઈ.જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં સ્વ-સહાય જૂથોની બહેનો અને સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવેલ ચીજવસ્તુઓ રાખડી, મોતીની ચીજવસ્તુઓ, સાબુ, વાસની બનાવટો, કાપડની થેલી અને અનેક વિવિધ ચીજ વસ્તુઓના પ્રદર્શન અને વેચાણ કરવામાં આવે છે.

