શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે બોડેલી તાલુકાના સરગી, પાણેજ અને કોસીન્દ્રા શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના સરગી, પાણેજ અને કોસીન્દ્રા શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે નાના ભૂલકાઓ, અને ધોરણ નવ અને 11ના બાળકોને પણ શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આગેવાનો અને બાળકો જોડાયા હતા.

