32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોનો ભાવસભર વાર્ષિકોત્સવ

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના મનોદિવ્યાંગ બાળકોનો ભાવસભર વાર્ષિકોત્સવ, મહિલા રમતવીરોને ટ્રિબ્યૂટ આપતા વિશેષ પર્ફોમન્સ

મનોદિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે છેલ્લા 15 વર્ષથી શહેરના મહાવીર હોલ ચાર રસ્તા વિસ્તારમાં આવેલી આસ્થા ફાઉન્ડેશન સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ દ્વારા શાળાનો વાર્ષિકોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મનોદિવ્યાંગ બાળકો દ્વારા મહિલા રમતવીરોને ટ્રિબ્યૂટ આપતા નૃત્ય સહિત 10થી વધુ રંગબેરંગી પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યા હતા.

આ વાર્ષિકોત્સવમાં યુનાઇટેડ વે ઓફ બરોડાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિલમ આચાર્ય વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બાળકોની પ્રતિભા અને આત્મવિશ્વાસ જોઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા.

આ અંગે માહિતી આપતાં સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન મનોદિવ્યાંગ બાળકો માટે વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. બાળકોમાં રહેલી આંતરિક ક્ષમતાઓને સમાજ સમક્ષ રજૂ કરવાનો હેતુ રાખી આયોજિત આ વાર્ષિકોત્સવમાં લગભગ એક મહિનાની મહેનત બાદ 120 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત ગણેશવંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પુસ્તક, મેરી મા, ક્રિકેટ જેવી થીમ સાથે તેમજ સાઉથ ઇન્ડિયન ગીતો પર આધારિત નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યો હોવાના પરિપ્રેક્ષ્યમાં, મહિલા ખેલાડીઓને સમર્પિત વિશેષ ટ્રિબ્યૂટ ડાન્સ પણ મનોદિવ્યાંગ બાળકો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, હાલના સમયમાં વધતા તણાવ અને આત્મહત્યાના મુદ્દાને આધારિત સામાજિક સંદેશ આપતું પર્ફોમન્સ પણ રજૂ કરાયું હતું. કાર્યક્રમના અંતે શિક્ષકના જીવનમાં મહત્વ અને દેશભક્તિને ઉજાગર કરતું નૃત્ય રજૂ થતાં ઉપસ્થિત દર્શકોની આંખો ભીની થઈ ગઈ હતી.

આ વાર્ષિકોત્સવ દ્વારા મનોદિવ્યાંગ બાળકોની પ્રતિભા, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ ક્ષમતાનો સુંદર પરિચય

Related posts

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ખેલકૂદ મહોત્સવનું ઉદ્ધધાટન કરવામાં આવ્યુ.

admin

કલેકટર આવેદન આપી ઉગ્રહ રજૂઆત કરવામાં આવી

admin

મહિલા PIનાં નેતૃત્ત્વમાં 45% મહિલાથી ચાલતું લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન કામગીરી પોતાનું ઘરની જવાબદારી સાથે સાથે વડોદરા શહેરની જવાબદારી પણ નિભાવે છે

admin

Leave a Comment