Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ગોત્રી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓ એ પગારને લઈને હડતાલ પર ઉતર્યા

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત ગોત્રી ગાર્ડનમાં છેલ્લા આઠ વર્ષથી ગાર્ડનમાં કામ કરતા કર્મચારીઓનું શોષણ કરતાં કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પગાર આપવામાં આવતા અને યોગ્ય તારીખે પગાર ચુકવણી ન કરતા આજે 30થી વધુ બગીચા માં કામ કરતા કર્મચારીઓએ હડતાલ કરી.
ગોત્રી ગાર્ડનમાં વિવિધ પ્રકારની કામગીરી કરતા કર્મચારીઓ એ આજે ઓછા પગાર ને લઈને તેઓએ હડતાલ કરી અને આ તમામ કર્મચારીઓ દ્વારા પાલિકા તંત્રના અધિકારીઓને રજૂઆત કરી છતાં યોગ્ય નિરાકરણ ન આવતા તેઓએ આજે રોષે ભરાયા હતા અને હડતાલ નો શસ્ત્ર ઉગામ્યું. બગીચામાં કામ કરતા કર્મચારીઓ ને પી એફ અને એએસઆઈ ની સેવાનો લાભ મળતો નથી જેથી આ કર્મચારીઓ નું અકસ્મિત દવાખાનું આવે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ બગીચામાં કામ કરતા કર્મચારીઓ નો આક્ષેપ છે કે બગીચામાં અનેક વીજ વાયરો અને સેફ્ટી ના સાધનો પણ આપવામાં આવતા નથી અને આ 30થી વધુ કર્મચારીઓને ઓછા પગાર આપવામાં આવતો હોય છે અને યોગ્ય તારીખ પણ નક્કી હોતી નથી જેથી આ કર્મચારીઓનું ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે

Related posts

પ્રજાસત્તાક દિવસ પહેલાં ત્રિરંગાના વેચાણમાં ઘટાડો, વેપારીઓમાં નિરાશા, બજારમાં ઉત્સાહ ઓછો

admin

ડભોઇ મન્સૂરી પીંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કુકડ ગામે સોટા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

admin

ડભોઇ તાલુકાનો સેજપુરા ગામે અખંડ ભારતના શિલ્પીની અવદશા : ધૂળ ખાઈ રહી છે લોખંડી પુરુષની પ્રતિમા

admin

Leave a Comment