ડભોઇ રેફરલ હોસ્પિટલના અતિ જર્જરીત ચાર રૂમોને એન્જિનિયરોએ નિરીક્ષણ બાદ સીલ મારી દીધા નાગરિકોના લાભાર્થે ડભોઇ પંથકને નવીન રેફરલ હોસ્પિટલ મળશે તેવી વકી
ડભોઈ તાલુકો જ નહીં પરંતુ ની આજુબાજુના શિનોર, સંખેડા તાલુકા ના ગરીબ દર્દીઓ માટે પણ આશીર્વાદરૂપ એવી ડભોઈ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ ના કેટલાક ઓરડાઓ છેલ્લા કેટલાક સમય થી જર્જરીત હાલતમાં હતા.આ બાબતે છેલ્લા કેટલાય સમય થી ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા અને આરોગ્ય વિભાગનીઆ રૂમ ભયજનક છે કોઈ એ પ્રવેશ કરવોટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો રેફરલ હોસ્પિટલ નું બિલીંગ કન્સ્ટ્રક્શન તેમજ મેન્ટેનન્સ વિભાગની જવાબદારી પીઆઈ યુ વિભાગને સુપ્રત કરવામાં આવી હતી.ત્યારે હાલના તબક્કે તો બિલ્ડીંગ ના ઓરડાઓ એટલી હદ સુધી જર્જરીત થઈ ગયેલ જોવા મળ્યા કે આજરોજ પીઆઈયુના એન્જિનિયર નો તપાસ કરવા અર્થે આવેલ હતા. ત્યારે ચાર રૂમ એટલી હદ સુધીના જર્જરીત જોવા મળ્યા કે તાત્કાલિક અસરથી કોઈ અકસ્માત સર્જાય તે પહેલા આ રૂમોને સીલ મારી દેવામાં આવ્યા.
સીલ મારવાની ઘટનાને લઈ પીઆઇયુ ના સક્ષમ અધિકારી એવા કાર્યપાલક ઈજનેર સાથે ટેલિફોનિક વાતચીત કરતાજાણવા મળ્યું કે હવે રેફરલ હોસ્પિટલ નવીન બનવા જઈ રહી છે. એટલું જ નહીં આ રેફરલ હોસ્પિટલનું ત્યાંથી સ્થળાંતર કરી શિનોર ચોકડી વિસ્તારમાં જ લાવવામાં આવશે.આ માટે જગ્યાની પણ ફાળવણી થઈ ચૂકી છે સાથો સાથ થ ૬.૫ કરોડ નું બજેટ પણ નક્કી થઈ ચૂક્યું છે. આ બાબતે સરકાર તરફથી પ્રાથમિક મંજૂરી તો મળી ચૂકી છે બસ હવે વહીવટી મંજૂરી મળે થી એન્ટર અને જોબ નંબર ની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.નવીન રેફરલ હોસ્પિટલ તેનું મુખ્ય સ્થાન છોડી શિનોર ચોકડી પાસે નવીન હોસ્પિટલ આકાર લેશે -તેમ જાણવા મળેલ છે.

