વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વહીવટ)હસમુખ પ્રજાપતિ ની તાજેતરમાં પાટણ ખાતે બદલી થતાં આજરોજ પાલિકા ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.
વડોદરા શહેરમાં બે વર્ષ અને બે મહિના જેટલો કાર્યભાર તેઓએ સંભાળ્યો હતો ત્યારે વડોદરા શહેરમાં ઘણું શીખવા મળ્યું તેવું જણાવ્યું હતું કાર્યકાળ દરમિયાન પૂર જેવી પરિસ્થિતિમાં સફળ કામગીરી કરી અને દિવાળીમાં વડોદરા શહેરમાં એક અલગ ઓળખાણ મળી તેવી કામગીરી કરવા મળી સાથે સાથે નાગરિકોના પ્રશ્નો પણ સાંભળવા તેનું નિરાકરણ લાવવું જેવા વિષયો નો પણ અનુભવ થયો ત્યારે વડોદરા શહેરમાં કામગીરી કરી એની મને ખુશી છે તેવું જણાવ્યું હતું.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પગુચ્છ આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

