33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

કેળાના પાકમાં શિકાટોકાનો રોગચાળાથી બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ખેડૂતો પરેશાન

બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ગામોમાં કેળાના પાકમાં શિકાટોકાનો રોગચાળા માટે સરકારે કોઈ યોજના બનાવવી જોઈએ અને ખેડૂતોને સહાય મળવી જોઈએ

બોડેલી સંખેડા પાવીજેતપુર તાલુકાઓમાં કેળાની ખેતી તરફ ખેડૂતો વળતા તેમાં શિકાટોકા નામ નો રોગચાળો આવે છે. આ રોગચાળો કેળા ના થળ માંથી શરુ થાય છે. અને પાંદડા ઉપર પહોંચે છે. તેના થી પાંદડા સુકાઈ જાય છે. અને આ રોગચાળો કેળાની લૂમ સુધી પહોંચે છે. કેળા ત્રણ થી ચાર દિવસ માં જ છોડ ઉપર પાકી જાય છે. ખેડૂતો ને લૂમ પાકી જાય તો ઓછા ભાવે કેળા વેચી દેવા પડે છે. ત્યારે ખેડૂતો ને નુકશાન જાય છે. અત્યાર સુધી કપાસ ની ખેતી કરતા હતા કપાસ ની ખેતી એ રડાવ્યા હવે કેળા ની ખેતી રડાવે છે.

આ રોગચાળા ની દવા કૃષિ વિભાગ આજદિન સુધી બનાવી શક્યું નથી અને છેલ્લા ચાર વર્ષ થી આ રોગચાળો આવે છે. હાલ કૃષિ વિભાગે સર્વે કરવા માટે ખેડૂતો ને ફોર્મ ભરવા માટે ની સૂચના આપવામાં આવી છે. પરંતુ ખેડૂતો ને ચાર વર્ષ માં એકપણ રૂપિયાની સહાય માટે સરકાર આગળ આવી નથી.

સરકારે ખેડૂતો ને સહાય આપવામાં 33 ટકા ની નુકશાની નું માપદંડ નક્કી કરેલ છે. તેમાં સુધારો કરવો જોઈએ કારણ કે આદિવાસી વિસ્તાર માં નુકશાની પછી દિવસો સુધી સર્વે માટે ટીમો પહોંચતી નથી અને સર્વે કરવા આવનાર ટીમ ઓછી નુકશાની બતાવી અને સરકાર ને રિપોર્ટ કરે છે. ત્યારે લોકો ને ખેતી માં નુકશાની ની સહાય મળતી નથી.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

છેલ્લા ત્રણ મહિનાથી વડોદરા શહેરના માંજલપુર પો.સ્ટે.માં પ્રોહીબીશનના કેસમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ

admin

જેતપુર પાવી તાલુકાના ભેંસાવહી ગામે ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી 

admin

વિધાનસભાના સત્ર દરમિયાન છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ મંત્રીને સવાલ રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે કયા કયા અનુકૂળ પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે ?

admin

Leave a Comment