સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા.
તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકાની ધરતી પર પત્રકારને અનામત અંગે ઇન્ટરવ્યું આપ્યું તેને લઈને ગીર સોમનાથ જીલ્લા મથક વેરાવળ ખાતે ભાજપ પરિવાર અને SC, ST અને OBC મોરચા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી “આ દેશમાં નહિ ચાલે અનામત વિરોધી”,”રાહુલ બાબા ખતમ કરવા માંગે છે આરક્ષણ,કોંગ્રેસ પાર્ટી બની છે ગરીબોની દુશ્મન “, ” વિદેશમાં રાહુલ બાબાનું નિવેદન,અનામત ખતમ કરવાનું બનાવ્યું છે મન ” ના નારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો.આ તકે શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય અને વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિત ભાજપના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

