વડોદરા શહેરમાં ઉછરતા અકસ્માતોને પગલે પોલીસ એક્શનમાં, પ્રતિબંધિત સમયમાં પ્રવેશ કરનાર 23 ભારદરી વાહનો કબ્જે
વડોદરા શહેરમાં ઉપરા છાપરી તથા અન્ય વિસ્તારોમાં થતા અકસ્માતોના બનાવોને પગલે પોલીસ વિભાગ કડક એક્શનમાં આવ્યું છે. ભારદરી વાહનચાલકો દ્વારા નિયમોના ઉલ્લંઘન અને પ્રતિબંધિત સમય દરમ્યાન શહેરમાં પ્રવેશ થતો હોવાની ફરિયાદોને ધ્યાને લઈને ટ્રાફિક પોલીસ અને RTO વિભાગે સંયુક્ત ડ્રાઇવ હાથ ધરી હતી.
શહેરના વુડા અને L&T સર્કલ નજીક ખાસ તપાસ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં પ્રતિબંધિત સમયનું પાલન કર્યા વગર શહેરમાં ઘુસેલા બસ તથા બે મિલર સહિતના ભારદરી વાહનોને રોકવામાં આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન 21 બસો અને બે મિલર સહિત કુલ 23 વાહનોને કબ્જે લેવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આવા વાહનચાલકો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. કબ્જે કરાયેલા વાહનો વિરુદ્ધ વધુની કાર્યવાહી RTO વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
પોલીસ વિભાગે ભારદરી વાહનચાલકોને નિયમોના કડક પાલન કરવાની ચેતવણી આપી છે, નહીં તો આવનારા દિવસોમાં વધુ કડક એક્શન લેવામાં આવશે।

