Genius Daily News
નર્મદા જિલ્લો

એકતા નગર ખાતે નવી માધ્યમિક શાળાનું ખાતમુરત : ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ભૂમિ પૂજન

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે આજે નવી માધ્યમિક શાળાના નિર્માણ માટે ભૂમિ પૂજન અને ખાતમુરતનો શુભ કાર્યક્રમ યોજાયો હતો. નાંદોદ વિધાનસભાની ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે વિધિવત દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સ્થાનિક આગેવાનો, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, ગામના સરપંચ તથા અનેક ગ્રામજનોની ઉપસ્થિતિ વચ્ચે નવા શૈક્ષણિક સંકુલના નિર્માણનો પ્રારંભ થયો હતો. નવી માધ્યમિક શાળાના નિર્માણથી વિસ્તારના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ માટે સુવિધાજનક માહોલ ઉપલબ્ધ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Related posts

ડેડીયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા ના આગેવાની માં ભરૂચ કલેકટરશ્રી મારફતે માન. રાષ્ટ્રપતિજી ને આવેદન પત્ર પાઠવ્યું.

admin

કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે પ્રતિબદ્ધ

admin

ડેડીયાપાડા તાલુકા વિકાસ અધિકારીની મહેનતના કારણે મનરેગા યોજના રોજીરોટી આપવામાં ડેડીયાપાડા સમગ્ર ગુજરાતમાં આગળ

admin

Leave a Comment