27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના ડભોઇ રોડ ખાતે શાતિનગરમા સામાજિક કાર્યકર દ્વારા દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ

વડોદરા શહેરના ડભોઇ રોડ પર આવેલા શાંતિ નગરમાં રહેતા રિતુબેન નામના સામાજિક મહિલા આગેવાન દ્વારા છેલ્લા પંદરેક વર્ષથી આ વિસ્તારમાં દશામાની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. તેઓના જણાવ્યા અનુસાર, તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો ત્યારે તેમણે પાંચ પ્રતીમાઓથી નિઃશુલ્ક વિતરણ ની શરૂઆત કરી હતી આજે બસો એકાવન પ્રતિમાઓ નું વિતરણ કરવામાં આવ્યું છે. આવતીકાલથી દશામાં ના દસ દિવસના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે આજરોજ શાતિનગર ખાતે રિતુબેન અમીતભાઇ તથા વોર્ડ નં 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના પાર્વતીબેન અને અન્ય સાથે આ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવતીકાલ થી શરૂ થતા માં દશામાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

ભૂખ્યા તરસ્યા મુજમહુડાના લોકોને બે દિવસે મળી મદદ

admin

ડુબલીકેટ તેલ હોવાનો ગ્રાહક નો આક્ષેપ..

admin

ડભોઈ-ગોજાલી ઓવરબ્રિજ બન્યાને ૨ વર્ષ થયા, છતાં ડાયવર્ઝન’ અને ‘પ્રતિબંધ’ના બોર્ડ હજુ કેમ યથાવત

admin

Leave a Comment