છોટાઉદેપુર નગરમાં છેલ્લા ૧૬ વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા આજરોજ તા ૪ થી મેં ૨૦૨૫ને બુધવારે સવારે ૧૦ કલાકે જન સેવા એ પણ પ્રભુ સેવા ના સૂત્ર ને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથીક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથીક ના સહયોગથી આયોજન કરાયું હતું. જેમા મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. જેમાં પારુલ યુનિવર્સિટીના જવાહર નેહરુ હોમિયોપેથીક મેડિકલ કોલેજના ડોક્ટર સંજય ગુપ્તા ડોક્ટર પાસવા ડોક્ટર હરિષા ડોક્ટર નિમિત શાહ ડોક્ટર ગરિમાઇ ડોક્ટર પૃથ્વીરાજ ડોક્ટર માનસી ડોક્ટર અકાંક્ષા ડોક્ટર રિયાબેન પટેલ તેમજ ફિઝિયોથેરાપી ડોક્ટર પાર્થ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિ:શુલ્ક આપવામાં આવી હતી. આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નેહરુ હોમિયોપેથીક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક લઈ જવામાં આવશે. આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવેલ કે આવા જન કલ્યાણના કામો આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હુંકાર ભર્યો હતો. સમગ્ર મેડિકલ કેમ્પનું સફળ સંચાલન જવાહરલાલ નેહરુ હોમિયોપેથીક મેડિકલ કોલેજના પી.આર.ઓ.સાહીદ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું

