વડોદરા શહેરના વારશિયા વિસ્તારમાં ગિફ્ટ શોપનાં વેપારીને આંખોમાં મરચું નાખીને કરવામાં આવેલી લાખોની લૂંટના કેસનો પોલીસ દ્વારા ઝડપભર્યો ઉકેલ લાવવામાં આવ્યો છે. ઘટનાબાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક પગલાં લઈ ગણતરીના કલાકોમાં જ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચ ટીમે CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ ઇનપુટના આધારે આરોપીઓની ઓળખ કરી હતી. પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી ભારતીય તેમજ વિદેશી ચલણ સહિત લૂંટમાં ઉપયોગી સામગ્રી કબજે કરવામાં આવી છે.
આ ઝડપથી કામગીરીના પગલે વેપારી વર્ગમાં રાહતનો શ્વાસ ફરક્યો છે. પોલીસ વધુ તપાસ આગળ ધપાવી રહી છે કે આ ગેંગ દ્વારા અન્ય કોઈ સ્થળે પણ આવી જ રીતે લૂંટની ઘટનાઓ તો અંજામ આપવામાં આવી નથી?

