Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

એસબીસીસી અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું.

છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશનલ તાલુકા કવાંટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – કડીપાણી ખાતેના આયુષ્માન આરોગ્ય મંદિર – તુરખેડાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ગામના આગેવાનો, ગામના પટેલ, તેમજ ગ્રામજનોને ભેગા કરીને ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તુરખેડા ગામના આરોગ્ય કર્મચારી, કવાંટ – તાલુકા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લામાથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા અને તાલુકા એસ.બી.સી.સી. ટીમ હાજર રહ્યા હતા. ગ્રામ સભામાં એસ્પિરેશનલ તાલુકા અંતર્ગત એસ.બી.સી.સી. ટીમ દ્વારા ગ્રામ જણોને માતા મરણ, બાળ મરણ, કુપોષણ, એનિમિયા વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને ગ્રામજનો દ્વારા રજૂ કરેલ આરોગ્ય લક્ષી કામગીરી બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં સગર્ભાવસ્થા દરમ્યાન લેવામાં આવતી કાળજી, વહેલા નોંધણી કરાવવી, નિયમિત તપાસ કરાવવી, પૌષ્ટિક આહાર લેવો, સંસ્થાકીય સુવાવડ કરાવવી, આવનારા બાળક ને નિયમિત રસીકરણ કરાવવું, તેમજ આવનાર ભૌગોલિક પરિસ્થિતિને પહોચી વળવા આગમ ચેતીના ભાગરૂપે કઈ રીતે આયોજન કરવું, કિશોરીઓને નિયમિત આયર્ન ગોળી, માતૃ શક્તિ, પૂર્ણા શક્તિ, બાળ શક્તિ યોજના તેમજ નાનો યોજના, જે.એસ.વાય યોજના, પી.એમ.એમ.વાય. યોજના અને કે.પી.એસ.વાય. યોજના અને મમતા ઘર યોજના બાબતે પણ વિતૃત જાણકારી આપવામાં આવી હતી.

Related posts

“બેટી બચાવો બેટી પઢાવો યોજના” પાવી જેતપુર પાવી ખાતે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન

admin

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પુનિયાવાંટ મોડેલ સ્કૂલની મુલાકાત લીધી

admin

છોટાઉદેપુર જિલ્લામાં ઈદુલફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી

admin

Leave a Comment