33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા સંકુલમાં 2026 વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી

સાવલીના ગંગોત્રી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગંગોત્રી શાળા સંકુલમાં 2026નો વાર્ષિક ઉત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. ભીમનાથ મહાદેવ મંદિરમાં બ્રહ્મલીન પરમ પૂજ્ય સ્વામીજીએ સ્થાપિત આ સંસ્થા આજે સાવલી અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડી રહી છે, જેથી બાળકોને વડોદરા સુધી જવું ન પડે.

ઉજવણીના ભાગરૂપે સિનિયર કેજી અને જુનિયર કેજીના 300થી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ઓતપ્રોત વિવિધ સાંસ્કૃતિક ગીતો અને નૃત્ય રજૂ કરી સૌનો મનમોહી લીધું. શાળામાં ચાલતી સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ દર્શાવતી વિવિધ સ્કૃતીઓ પણ રજૂ કરવામાં આવી હતી.

બાળકોના ઉત્સાહને વધારવા માટે તેમને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય, સ્ટાફ અને ટ્રસ્ટીઓ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળા સંકુલના આચાર્ય, ટ્રસ્ટીઓ, સાવલી નગર પ્રમુખ હર્ષભાઈ પટેલ, ટ્રસ્ટી રણમકાકા, શિલ્પાબેન, નગરસેવક ભદ્રેશભાઈ પાઠક, ઉમંગકાકા, ડેરી ડિરેક્ટર રામસિંહ વાઘેલા તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બાળકોની પ્રતિભાએ હાજર જનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા અને શાળાની સર્વાંગી વિકાસ માટેની દૃષ્ટિ સ્પષ્ટ દેખાઈ હતી.

Related posts

વડોદરા શહેરની ઐતિહાસિક ઈમારત લાલ કોર્ટને લાઇટિંગ થી સુશોભિત કરાઈ

admin

વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી દ્રારા નવીન એક્સીલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

admin

વડોદરાના ફતેપુરા ત્રણ રસ્તા પર ત્રણથી ચાર ફૂટ પાણીના ફુવારા ઉછળ્યા

admin

Leave a Comment