31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કીર્તિ મંદિર ખાતે ભગવાન ગુરૂ દત્તાત્રેયની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

300 વર્ષ જૂનું પૌરાણિક કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે ભગવાન ગુરૂ દત્તાત્રેયની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભગવાન દત્તાત્રેય વિષ્ણુના 24 અવતારોમાંના એક અવતાર ગણાય છે. આજે દત્તાત્રેય જન્મ જયંતી નિમિતે વિશેષ પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો વડોદરાના વિવિધ દત્ત મંદિર ખાતે યોજવામાં આવ્યો ત્યારે, દત્ત જયંતિ નિમિતે ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા હતા તથા ભજન કિર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે. આજે વહેલી સવારે મંદિરમાં અભિષેક, પાદુકા પૂજન, મહાપૂજા, પૂજા, ભજન કાર્યક્રમ, કરવામાં આવ્યા, વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર જગત જેને ગુરુ તરીકે પૂજે છે અને જેની ચરણ પાદુકાના દર્શન પણ પ્રત્યેક જીવને ઔલોકિક અનુભૂતિ કરાવી આપે એવા ગુરુદત્ત મહારાજે તેમના જીવનકાળ દરમિયાન પ્રકૃતિના પ્રાણી-પક્ષી તત્વો અને જીવો મળીને કુલ 24 જેટલા ગુરુઓને પ્રસ્થાપિત કર્યા હતા. તેમાંથી કોઈને કોઈ શીખ મેળવી માનવ કલ્યાણ અને માનવ ઉત્થાન માટે સનાતન હિન્દુ ધર્મની સ્થાપના અને તેના પ્રચાર અને પ્રસાર માટે માનવ જાતને ઉપદેશ આપ્યો હતો. ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે, ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું. એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે એ પ્રભુ દત્તની કૃપાને પ્રાપ્ત કરવા માટે પણ શ્રેષ્ઠતમ મનાય છે.
વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે. કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા. તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે. આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે. આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશની થી શણગારવામાં આવ્યું છે જ્યારે ભગવાન દત્તાત્રેની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવ્યું છે. આજના દિવસે સવારથી વડોદરામાં આવેલ વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

Related posts

ડભોઇ તાલુકાના 12 શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના સંમતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ શક્તિ ગરબા મહોત્સવમાં બટુક મહાપ્રસાદનું આયોજન

admin

વડોદરા શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં મુખ્ય માર્ગ નું ધોવાણ થતાં ઠેર ઠેર ખાડા અને ચીકણી માટી પ્રસરી જતા પસાર થતા અસંખ્ય વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મૂકાયા

admin

Leave a Comment