37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ મિયાગામ કરજણ રેલવે લાઇનનો ભવ્ય પ્રારંભ

: નેરોગેજનું સ્થાન હવે બ્રોડગેજે લીધું ડભોઇ પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા વિસ્તારના લોકોની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે.

પ્રતાપનગર થી વાયા ડભોઇ થઈ મિયાગામ કરજણ સુધીની ડેમુ (DEMU) ટ્રેન સેવાનો આજથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.ભવ્ય લોકાર્પણ સમારોહઆ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), વડોદરા વિભાગના DRM રાજુ ભડકે સહિતના ઉચ્ચ રેલવે અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.નેરોગેજ ટુ બ્રોડગેજ: એક નવો યુગ વર્ષોથી કાર્યરત નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કર્યા બાદ, તમામ જરૂરી સેફ્ટી ટેસ્ટિંગ પૂર્ણ કરી આ સેવા જનતા માટે ખુલ્લી મુકાઈ છે.

​રૂટની વિગત: આ ટ્રેન પ્રતાપનગરથી ઉપડી ડભોઇ થઈ મિયાગામ કરજણ પહોંચશે.
​મુખ્ય સ્ટોપેજ: મુસાફરોને નડા, બારીપુરા, મંડાળા અને સુપ્રસિદ્ધ કાયાવરોહણ તીર્થ જેવા મહત્વના સ્ટેશનો પર સ્ટોપેજ મળશે.
​લાભાર્થીઓ: આ ટ્રેન શરૂ થવાથી નોકરીયાત વર્ગ, વેપારીઓ અને અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે મુસાફરી વધુ સરળ અને સસ્તી બનશે ડભોઇ રેલવે સ્ટેશનનો થશે કાયાકલ્પ: નવી સુવિધાઓની જાહેરાત
​વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ દ્વારા રેલવે મંત્રીને કરવામાં આવેલી રજૂઆતોના ફળ હવે મળી રહ્યા છે છેલ્લા સાત વર્ષથી લોકોની માંગ હતી આજે માંગ પૂર્ણ થઈ છે હવે રેલવે તંત્ર કેટલા સમય આ ગાડી દોડાવે છે એ જોવાનું રહ્યું ડભોઇને રેલવેના નકશા પર વધુ મજબૂત બનાવવા માટે નીચે મુજબના આયોજન હાથ ધરાશે નવા પ્લેટફોર્મનું નિર્માણ: આગામી દિવસોમાં ડભોઇ ખાતે નવા પ્લેટફોર્મ બનાવવામાં આવશે એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ: એકતા નગર (કેવડિયા) તરફ જતી મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને ડભોઇ ખાતે સ્ટોપેજ મળે તે માટે સક્રિય પ્રયાસો શરૂ છે.
​સીધું બુકિંગ: ભવિષ્યમાં ડભોઇથી જ મુંબઈ અને દિલ્હી જેવા મોટા શહેરો માટે સીધું બુકિંગ અને ટ્રેન સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આ ટ્રેન સેવા શરૂ થતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્ષો જૂની કનેક્ટિવિટી ફરી જીવંત થતા સ્થાનિક વેપાર-રોજગારને પણ મોટું પ્રોત્સાહન મળશે.”

Related posts

ડભોઈ નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરાશે

admin

વડોદરા શહેરમાં યાકુતપુરા વિસ્તારમાં આવેલી જૂનીગાડી હરિજન વાસ પાસે ઘણા સમયથી ગટરની સમસ્યા

admin

એક વર્ષથી રજૂઆતછતા તંત્રની આંખ નહીં ઉઘડતા યુવક ઉપવાસ પર ઉતર્યો

admin

Leave a Comment