32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
ખેડા જિલ્લોગળતેશ્વર

ગળતેશ્વર સિવિલ કોર્ટ ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી : સુપ્રિટેન્ડન્ટ મોસિન મન્સૂરીના સાહેબના હસ્તે કરાયું ધ્વજવંદન

 સમગ્ર દેશ આજે જ્યારે ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગળતેશ્વર તાલુકાના સિવિલ કોર્ટ સંકુલ ખાતે પણ દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં ગળતેશ્વર સિવિલ કોર્ટના સુપ્રિટેન્ડન્ટ શ્રી મોસિન મન્સૂરી સાહેબના વરદ હસ્તે આન-બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. તિરંગાને સલામી આપ્યા બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીતનું ગાન કરી દેશભક્તિ પ્રગટ કરી હતી.
કાર્યક્રમ માં બાર ના પ્રમુખ એન.પી.પટેલ.સેક્રેટરી. ટી એમ.મલેકે પ્રવચન આપ્યું હતું
: કોર્ટ સુપ્રિટેન્ડન્ટ શ્રી મોસિન મન્સૂરી.
ઉપસ્થિત મહાનુભાવો નો આભાર વ્યક્ત કરીયો હતો આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારો અને પોલીસ સ્ટાફના જવાનો તેમજ કોર્ટના કર્મચારીઓ.હાજર રહ્યા હતા
આ પ્રસંગે કોર્ટ સુપ્રિટેન્ડન્ટ શ્રી મોસિન મન્સૂરીએ ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો અને પોલીસ જવાનોએ હાજર રહીને બંધારણ પ્રત્યે પોતાની નિષ્ઠા વ્યક્ત કરી હતી. સમગ્ર કોર્ટ સંકુલ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

Related posts

ઓરિસ્સાના સાઈબાબા મંદિરમાંથી ચોરી કરેલ ચાંદીના દાગીના સાથે બે આરોપીઓ સેવાલિયામાં ઝડપાયા

admin

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકો હેઠળ આવેલા વાળીનાથ ગામે પરંપરા મુજબ હોળી પર્વની ઉજવણી

admin

ખેડા જિલ્લાના ઠાસરાના જલાનઞરના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક ફરી એક વખત જોવા મળ્યો

admin

Leave a Comment