37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ખેડાખેડા જિલ્લો

ઓરિસ્સાના સાઈબાબા મંદિરમાંથી ચોરી કરેલ ચાંદીના દાગીના સાથે બે આરોપીઓ સેવાલિયામાં ઝડપાયા

ખેડા જિલ્લાના સેવાલિયા પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલી મહારાજના મુવાડા ચેકપોસ્ટ પરથી પોલીસે ઓરિસ્સાના બે શખ્સોને લાખોની ચાંદી સાથે ઝડપી પાડ્યા છે.

સેવાલિયા પોલીસ મથકના પી.આઈ. ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી વાહન ચેકિંગ કામગીરી દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા બે ઈસમોને અટકાવ્યા હતા. તેમની પાસે રહેલા સામાનની તપાસ કરતા 6.980 કિલો ચાંદીના ભગવાનના દાગીના અને મૂર્તિઓ મળી આવ્યા હતા, જેની બજાર કિંમત આશરે ₹12,50,500 જેટલી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની સઘન પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ આ ચાંદીનો માલ ઓરિસ્સાના સાઈબાબા મંદિરમાંથી ચોરી કર્યો હતો. આ રીતે આંતરરાજ્ય સ્તરે ચોરી કરીને ફરાર થઈ રહેલા આરોપીઓને ઝડપી પાડીને પોલીસે મહત્વપૂર્ણ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

સેવાલિયા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ માટે તેમને ઓરિસ્સા પોલીસને સોંપ્યા છે.

Related posts

ડાકોરના રણછોડજીના રંગમાં ભક્તો રંગાયા, હર્ષ સંઘવીએ કર્યા દર્શન

admin

ખેડા શહેરના પરા દરવાજા વિસ્તારમાં ભાઈબીજની રાત્રીએ ફટાકડા યુદ્ધ ખેલી કરવામાં આવે છે અનોખી ઉજવણી……

admin

ગળતેશ્વર સિવિલ કોર્ટ ખાતે ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી : સુપ્રિટેન્ડન્ટ મોસિન મન્સૂરીના સાહેબના હસ્તે કરાયું ધ્વજવંદન

admin

Leave a Comment