ડેસર તાલુકાના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભવ્ય શોભા યાત્રા તેમજ હિન્દુ એકતા સંમેલન ઉપર આયોજન રાખવામાં આવ્યું હતું
ડેસર તાલુકામાં રામનવમી નો પવિત્ર તહેવાર ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો તેમાં સવારથી જ શોભાયાત્રા નું પ્રસ્થાન થયું હતું તાલુકાના વિવિધ ગામોમાં જેમ કે નવા શિહોરા જુના શિહોરા છાલીયેર લટવા પાન્ડું પીપલછડ જેસરગોપરી વકતાપુરા જાંબુ ગોરલ શાહી પુરા વરસડા વેજપુર ડેસર થઈ વાલાવાવ ચોકડી પૂરી થઈ હતી શોભાયાત્રા પૂરી થઈ હતી
ત્યારબાદ વાલાવાવ ચોકડી ખાતે હિન્દુ એકતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું
તેમાં સંત શ્રી આચાર્યશ્રી સૂર્યસાગરજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા તથા સમસ્ત ડેસર તાલુકાના હિંદુ ધર્મના સમાજ ઉપસ્થિતિમાં રહ્યા હતા
સ્થાનિક પ્રશાસન દ્વારા શાંતિ અને સુરક્ષા ની વ્યવસ્થા પણ સુચારૂરીતે રાખવામાં આવી હતી જેથી સમગ્ર ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ ગયો
આ રીતે ડેસર તાલુકામાં રામનવમી નો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો

