33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં સમૂહ હનુમાન ચાલીસા પાઠ, દ્વારકાની પરંપરાને મધ્ય ગુજરાતમાં પ્રતિબિંબ

દ્વારકા ખાતે ભીડભંજન હનુમાનજી મંદિર વિસ્તારમાં ભક્તજનો દ્વારા છેલ્લા બાર વર્ષથી દર વર્ષે શ્રી રામચરિતમાનસના સમૂહ પાઠનું આયોજન કરવામાં આવે છે. આ જ પરંપરાને અનુસરતા મધ્ય ગુજરાતમાં પણ ધાર્મિક ભાવના સાથે કાર્યક્રમ યોજાયો હતો.

વડોદરા શહેરમાં ગૂગળી જ્ઞાતિના ભક્તજનો દ્વારા કૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે સમૂહ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

આ કાર્યક્રમનું સંચાલન કેનેડાથી દ્વારકા પહોંચેલા રોહિણીબેન વાયડા દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ એકસ્વરે હનુમાન ચાલીસાનો પાઠ કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.

આવા સમૂહ પાઠો દ્વારા સમાજમાં એકતા, ભક્તિ અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન મળે છે.

Related posts

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ચાંદ પાર્ક હાઇટ્સમાં P.C.B., SOG અને J.P. પોલીસની સંયુક્ત ટીમે છાપો માર્યો

admin

ગણપતિ વિસર્જન દરમિયાન 42 મેડિકલ કેશો દાખલ કરવામાં આવ્યા જે માંથી 30થી વધુ કેસ મારામારીના કારણે ઈજા પામનાર લોકોના

admin

તળાવ કિનારે ફરવા ગયેલાચાર વિદેશી વિદ્યાર્થીઓ દરગાહ પાસે ચપ્પલ પહેરીને આવવાના મુદ્દે જીવલેણ હુમલો

admin

Leave a Comment