Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા રેલવે સ્ટેશન પર ગુજરાતનું પ્રથમ ડિજિટલ લોન્જ શરૂ, યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે

વડોદરા રેલવે સ્ટેશન પર આધુનિક સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્જનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ લોન્જનું ઉદ્ઘાટન ડો. હેમાંગ જોષીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં પ્રથમ વખત આવી સુવિધા વડોદરા રેલવે સ્ટેશન પર શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે યાત્રીઓને એરપોર્ટ જેવી આરામદાયક અને આધુનિક સુવિધાઓ મળશે. આ ડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટને ભારતીય રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેના અનુસંધાને આ લોન્જનું નિર્માણ પૂર્ણ કરી શરૂ કરવામાં આવ્યું છે.

કાર્યક્રમમાં કેયુર રોકડિયા સહિત અન્ય અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ વડોદરા રેલવે સ્ટેશનને વધુ આધુનિક બનાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Related posts

MSUમાં ડોક્યુમેન્ટ્સ વેરિફીકેશન માટે બે વાર બોલાવાતા AGSGના વિદ્યાર્થીઓની રજીસ્ટારને રજૂઆત

admin

ડભોઇ રેલ્વે સ્ટેશન પર બેફામ પાણીનો બગાડ રોજનું હજારો લીટર પીવાનું પાણીનો બગાડ

admin

વડોદરામાં ખેલ મહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment