30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
મહીસાગર જિલ્લોલુણાવાડા

લુણાવાડામાં પી.પટેલ જ્વેલર્સ શોરૂમમાં ધોળા દિવસે બંદૂકધારી શખ્સોએ ફાયરીંગ સાથે લૂંટનો પ્રયાસ કર્યો

લુણાવાડામાં પી.પટેલ જ્વેલર્સ શોરૂમમાં ધોળા દિવસે બંદૂકધારી શખ્સોએ ફાયરીંગ સાથે લૂંટનો પ્રયાસ કર્યો. પોલીસ લુંટારૂઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા.

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં જાણીતા પી.પટેલ જવેલર્સ શો રૂમમાં ધોળા દિવસે લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ પાંચથી છ શખ્સો ગ્રાહક બનીને શોરૂમમાં પ્રવેશ્યા હતા. આ શખ્સો કાર લઈને આવ્યા હતા. આ શખ્સો શોરૂમ બહાર ફાયરીંગ પણ કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસન, ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તપાસના ભાગરૂપે શો રૂમના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે વિશેષ ટીમો બનાવી છે. LCB અને SOG સહિત પોલીસ ટીમ તપાસમાં જોડાઈ છે.

Leave a Comment