33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સન ફાર્મા રોડ પર ભયાનક અકસ્માત, એક્ટિવા ચાલકનું મો-ત

વડોદરા શહેરના સન ફાર્મા રોડ પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ભીમ તળાવ ટર્નિંગ અને નાયરા પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી સફેદ રંગની થારે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલકનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

અકસાનતની જાણ થતા જ અટલાદરા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.પ્રાથમિક માહિતી મુજબ ટર્નિંગ પોઈન્ટ પર કારની વધુ ઝડપને કારણે અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. સમગ્ર ઘટનાની સચોટ હકીકત જાણવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજની મદદ લઈ રહી છે.

Related posts

વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણાને વિશ્વામિત્રી નદીની મુલાકાત દરમિયાન દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળી

admin

વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો ૨૫ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો

admin

વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં એસ.ઓ.જી. ટીમે 2.26 લાખનું હેરોઇન જપ્ત કર્યું

admin

Leave a Comment