Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

વિસાવદર ખાતે ICDS દ્વારા ‘સશક્ત કિશોરી સુપોષિત કિશોરી મેળા’નું ભવ્ય આયોજન

વિસાવદર: તારીખ 17-02-2026ના રોજ વિસાવદરના સુંદરબા બાગ ખાતે વિસાવદર ICDS ઘટક દ્વારા ‘સશક્ત કિશોરી સુપોષિત કિશોરી મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પધારેલ આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તેમજ વિસાવદર તાલુકાના PI મેડમ, RBSKના મેડિકલ ઓફિસર અને જિલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

મેળા દરમિયાન નાની બાળાઓ અને કિશોરીઓ દ્વારા અભિનય ગીતોની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત હિમોગ્લોબિન સુધારો નોંધાવનાર, શાળા પુનઃપ્રવેશ કરનાર તેમજ પૂર્ણાશક્તિ THR નો નિયમિત ઉપયોગ કરતી કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે કિશોરીઓ માટે હિમોગ્લોબિન ચેકિંગ, આરોગ્ય તપાસ, પોષણ જાગૃતિ, કૌશલ્ય વર્ધન, કાયદાકીય માહિતી અને માર્ગદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. પધારેલ મહેમાનોએ પોતાના સંબોધનમાં કિશોરીઓ સશક્ત, શિક્ષિત અને તંદુરસ્ત બને તે બાબત પર વિશેષ ભાર મૂક્યો હતો.

વિસાવદર ઘટકમાંથી બહોળી સંખ્યામાં કિશોરીઓ, વાલીઓ, ICDS સુપરવાઈઝરો અને ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી દ્વારા પૂર્ણા કીટ એનાયત કરી કિશોરી મેળાનું આયોજન બાળ વિકાસ યોજના અધિકારી મોનિકા મેર (ICDS વિસાવદર)ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.

Related posts

વિસાવદર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય સૈનિકોના સમર્થનમાં રક્તદાન કેમ્પનું થયું આયોજન.

admin

વિસાવદર તાલુકાના શાપર ગામે સિંહે કર્યું 35 ઘેટાં બકરાનો શિકાર

admin

નવાકોટડા ગામે ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગનું ખાતમુહૂર્ત

admin

Leave a Comment