36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઈની શિવપાર્ક અને સિધ્ધિ વિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં ૩ બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી

ડભોઈમાં તસ્કરોએ એક જ રાત્રિમાં ત્રણ બંધ મકાનના તાળાં તોડી તરખાટ મચાવ્યોપોલીસ ફરિયાદ થઈ નથી, ચોરીની ઘટનાથી પોલીસના રાત્રિ પેટ્રોલિંગ પર પ્રશ્ન ડભોઈની શિવપાર્ક અને સિધ્ધિ વિનાયક સોસાયટીમાં તસ્કરોએ એક જ રાત્રિમાં ૩ બંધ મકાનોના તાળા તોડતા તરખાટ મચી ગયો છે. ૩ પૈકી એક મકાનમાંથી તસ્કરોને ચોરી કરવામાં સફળતા મળી છે. જો કે ઘર માલિક હાલ બહાર ગામ હોય હજુ સુધી ફરિયાદ થઈ નથી. ડભોઈ સોસાયટી વિસ્તારમા શિવપાર્ક મકાન નંબર સી-15માં રહેતાવિનોદભાઈ ગોહિલ જેવો તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે. ગઈકાલે અચાનક અમદાવાદ ખાતે તેઓના કુટુંબમાં એક મરણ થઈ જતા તેઓ મકાનને તાળાં મારી અમદાવાદ ખાતે મરણોત્તર ક્રિયામાં ગયા છે. જેનો લાભ અચાનક જ રાત્રિના તસ્કરોએ ઉઠાવતા તેઓના મકાનને નિશાન બનાવી ઘરમાં ઘુસી તિજોરી કબાટના તાળાં તોડી ચોરી કરી પલાયન થઈજવામાં તસ્કરોને સફળતા મળી છે

Related posts

વડોદરા શહેરના ફતેપુરા કોયલી ફળિયામાં આવેલા એક મકાનની બહાર ગેસ લાઈનમાં લિકેજને કારણે આગ લાગી

admin

વડોદરા શહેર સયાજી હોસ્પિટલમાં રહેતા તબીબોને ડેન્ગ્યુની અસર જોવા મળી…

admin

સાવલી માં મોડી રાત્રે દુંદાળાદેવ શ્રીજીનું ડીજેના તાલે ધામધૂમથી આગમન

admin

Leave a Comment