Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર વોર્ડ નં ૧૩માં આવેલ વિસ્તાર નવાપુરા ખાટકી વાડામાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીના લોકો બીમાર પડ્યા છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી

વડોદરા શહેરમાં કોલેરા ના કેસમાં વધારો થયો છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેર નવાપુરા વિસ્તારમાં આવેલ ખાટકી છેલ્લા ઘણા સમયથી કાળુ અને દુર્ગંધ વાળું પાણી આવતો સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં કોલેરા ના કેસોમાં વધારો થયો છે ત્યારે આ વિસ્તારમાં પણ લોકો બીમાર પડી રહ્યા છે.


નવાપુરા ખાટકી વાડ ના સ્થાનિક લોકોએ વોર્ડ નંબર ૧૩ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે ને જાણ કરતા બાળુ સુર્વેએ વિસ્તારમાં દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની વેદના સાંભળી હતી ત્યાં સ્થાનિક લોકોએ ગંદુ અને દૂષિત અને દુર્ગંધ પાણી જોતા બાળુ સુર્વેએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જો આ વિસ્તારમાં નિરાકરણ બે દિવસમાં નહિ આવે તો સ્થાનિક લોકોનો મોરચો લઈ પાલિકાની વડી કચેરી ખાતે મ્યુ. કમિશનર ને રજૂઆત કરવામાં આવશે

Related posts

ડભોઇ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અંગે જાગૃતતા લાવવા હેતુ શેરી નાટકનું અયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના ખટંબા રેસીડેન્સી ટાવરના ધાબે કપુરાઈ પોલીસની રેડ એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ખેલીઓ ઝડપાયા

admin

ઉત્સવના સમયે પતંગ દોરીના જોખમને પગલે યોગેન્દ્ર બારોટ દ્વારા અકોટા બ્રિજ પર સેફટી તારનું વિતરણ

admin

Leave a Comment